નાણામંત્રી કનુ દેસાઈએ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું : 3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું બજેટ

વિધાનસભામાં આજે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. તેમજ અન્ય માહિતી પણ આપી છે. કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે

વિકસિત ગુજરાત 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે.તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક ₹10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક ₹15 હજારની સહાય કરવામાં આવશે. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. તેમજ 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મધ્યાહન ભોજનની ગુણવતા વધશે
આદિજાતિ અને પછાત વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ કિચન બનાવાશે. સ્માર્ટ આંગણવાડી માટે 1800 કરોડ જોગવાઈ કેન્સર માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ, અમદાવાદમાં કેન્સર સોસાયટી માટે તેમજ નવી રોજગારીની તક, નમો સરસ્વતી યોજના અમલ કરાશે.

1300 કરોડની નિર્મલ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે. મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે.

Social