સાણંદના માણકોલ ગામે દોરીમાં ફસાયેલ પક્ષીનું રેસ્ક્યુ કરાયું

ઉત્તરાયણ પર્વ બાદ પણ હજી અનેક થાંભલા,વૃક્ષોમાં,વાયર પર રહેલી દોરીને કારણે નિર્દોષ પક્ષીને ઇજાઓ થઈ રહી છે. ત્યારે સાણંદના નળ સરોવર રોડ પર માણકોલ ગામે દોરીમાં ફસાયેલ ઘુવડને બચાવી સારવાર માટે ખસેડાયું હતું.
સાણંદ તાલુકાનાં માણકોલ ગામે દોરીમાં ફસાયેલ ઘુવડ ફસાયેલ હાલતમાં હોવાની જાણ જીવ દયા પ્રેમીને થતાં એનિમલ લાઇફ કેરને જાણ કરતાં એનિમલ લાઇફ કેરના વિજય ડાભી સ્થળ પર પહોચીને દોરીમાં ફસાયેલ ઘુવડનું રેસ્ક્યુ ઓપરેશન ધર્યું હતું. વિજય ડાભીએ જણાવ્યું હતું કે ઘુવડનું રેસ્ક્યુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણના પર્વ બાદ હજી પણ અનેક ઝાડ, થાંભલા સહિત વાયરો પર દોરી લટકતી હોય તેનો યોગ્ય નિકાલ કરવા પક્ષી બચાવવા માટે કામગીરી કરતી સ્થાનીકો દ્વારા અપીલ કરાઇ છે.

Social