વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : જર્મનીના સ્ટુડન્ટ વિઝાને નામે ગોધરાના યુવકના 15 લાખ ઠગ્યા

વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટેનો લાલબત્તી સમાન કિસ્સો ગોધરા શહેરમાં બન્યો છે. ગોધરાના વ્હોરવાડ વિસ્તારના ધો. 12 પાસ હુસેન કૌશરભાઈ મીઠીબોરવાલાને જર્મની ખાતે ઇજનેરીના અભ્યાસ અર્થે જવા ઓનલાઈન માધ્યમથી જર્મની જવા માટે એજન્સી સર્ચ કરતા વડોદરામાં ગોત્રી ખાતે આવેલી wisecorp નામની એજન્સીના વિશાલ રાજેન્દ્ર પ્રસાદ તથા અરૂણી ઉફે તનીશા વિશાલ પ્રસાદનો સંપર્ક કર્યો હતો. ત્યારે બાદ આરૂણી ઉર્ફે તનિષા વિશાલપ્રસાદ ગોધરા હુસેન મીઠીબોરવાલાના ઘરે આવ્યા હતા.વડોદરાની એજન્સીના દંપતીઓ બનાવટી એડમિશન લેટર આપીને વિઝા સહિતના ખર્ચ માટે આપેલા 15.78 લાખ રૂપીયા નહિ આપીને છેતરપિંડી આચરી છે. આથી વડોદરાના ભાયલી ખાતે રહેતાં દંપતી સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જર્મની જવા માટેની તમામ પ્રક્રિયાઓ સમજાવીને રૂા.20થી 22 લાખ જેટલો ખર્ચ જણાવ્યો હતો. મહિલાએ હુસેન મીઠીબોરવાલાને વિશ્વાસમાં લેતા હુસેને તમામ દસ્તાવેજ સાથે આરૂણી ઉર્ફે તનિષા વિશાલપ્રસાદને એડવાઈઝ ફી ચૂકવી હતી. જે બાદ જર્મની જવા માટેનો તમામ ખર્ચ આરટીજીએસના માધ્યમથી અલગ અલગ દિવસે વિશાલ રાજેન્દ્રપ્રસાદના બેન્ક ખાતામાં 20.78 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરૂણીએ હુસૈનના જર્મનીના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું હતું.ત્યારબાદ જર્મની એમ્બેસીમાંથી પત્ર આવ્યો કે તમે આ સાથે કોલેજના અભ્યાસ માટે જે યુનિવર્સિટીનો એડમીશન લેટર બિડાણ કર્યો છે. તે બનાવટી છે, આ પ્રકારનો પત્ર મળવાથી આરૂણીને જાણ કરતાં તેઓએ કહ્યું હતું કે હું જર્મની યુનિવર્સિટીમાં વાતચીત કરી તમને જણાવીશ તેમ કહીને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.જેને લઇને કૌશરભાઈએ વડોદરા ખાતે જઈને બંને ઈસમો પાસે નાણાંની પરત માંગણી કરતા તેઓએ 20.78 લાખમાંથી 5 લાખ રુપિયા પરત આપ્યા હતા. જયારે બીજા રૂ 15.78 લાખની માંગણી કરતા બંને ઈસમો આ પૈસા પરત આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ અંગેની છેતરપિંડીની ફરીયાદ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે નોધાઇ હતી.

Social