સાણંદના સરીના શખ્સનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો, પોલીસે તપાસ શરૂ

સૂત્રોના કહેવા મુજબ સાણંદના સરી ગામે તળાવમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ ગામમાં થતાં લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ચાંગોદર પોલીસ ટિમ બનાવ સ્થળે પહોચી અને લાશને બહાર કાઢીને સાણંદ સી.ચે.સી ખાતે પી.એમ અર્થે લઈ જઈ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બનાવને લઈને પીઆઈની ટીમે મૃતક કોણ છે અને તેના પરિવારજનો અંગે તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક મનુભાઈ બેચરભાઈ લકુમ (રહે સરી ગામ)(ઉં.50) છે. અને તેના પરિવારને જાણ થતાં પોલીસને સંપર્ક કર્યો હતો હાલ ચાંગોદર પોલીસે 50 વર્ષીય મનુભાઈ બેચરભાઈ લકુમનું મોત કઈ રીતે થયું અને તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે હાલ સુધી મોતનું કારણ અકબંધ છે.

Social