સાણંદ વનાળીયા ગામે મેળામાં ચિત્રોના ચાર્ટ વડે જુગાર રમતા 2 શખસ ઝબ્બે

સાણંદ તાલુકામાં પ્રથમ વખત મેળામાં જુગાર રમતા ઇસમો પોલીસે દબોચ્યા છે, નળ સરોવર પોલીસે વનાળીયા ગામે મેળામાં છાપો મારી જમીન ઉપર બેસી છત્રી, દડો, સુર્ય, દિવો, ગાય, ડોલ, પતંગ, ભમરડો, ફુલ, પતંગીયુ, ચકલી, સસલુ વિગેરે લખેલા ચિત્રોના ચાર્ટ વડે જુગાર રમી-રમતા સુરેન્દ્રનગરના લખતર તાલુકાના માલીકા ગામના વાલાભાઇ કાવાભાઇ કો પટેલ અને ગોવિંદભાઇ ભોપાભાઇ કો.પટેલને પકડી લીધા હતા. પોલીસે રેડ દરમ્યાન રોકડ રૂ.6070ની મત્તા જપ્ત કરી હતી. બંને ઇસમો વિરૂદ્ધમાં જુગારધારા અંતર્ગત નળ સરોવર પોલીસે ફરિયાદ નોંધી હતી. નોંધપાત્ર છે કે સાણંદ તાલુકામાં અગાઉ ફાર્મ હાઉસ,ખેતરોમાં, મકાનના ધાબા પરથી જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગારીઓને પકડી પકડ્યા હતા. ત્યારે પ્રથમ વખત મેળામાં જુગાર ધામ પકડ્યું છે.

Social