ચેતજો | સાણંદના નવાપુરમાં પાર્ક બાઈકની ચોરી ઉઠાંતરી

સાણંદ વિસ્તારમાં વાહન ચોરી બેફામ બન્યા હોય તેમ કેટલાક સમયથી વાહનનોની ઉઠાંતરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નવાપુર પાસે હોટલ નીચે પાર્ક બાઈકની ચોરી થવા પામી છે.
તાલુકાના નવાપુરામાં સંગમ હોટલ ખાતે નોકરી કરતાં અને મુળ રહે.વરદા ડુંગરપુર રાજસ્થાનના સુરપાલસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂતએ હોટલની નીચે આવેલા પાર્કીંગમાં બાઇક મૂક્યું હતું. કોઈ અજાણ્યા ચોર ઇસમે પાર્કિંગમાંથી રૂ.25 હજારની કિંમતના બાઇકની ચોરી કરી નાસી જતાં સુરપાલસિંહએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે.
અગાઉ પણ સાણંદની કોલ્ટ રોડની એક સોસાયટીમાં પાર્ક કારની રાત્રે અજાણ્યા ચોરે ચોરી કરી નાસી જતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જો કે હજી સુધી બાઇક કે કાર ચોર પોલીસ પકડથી દૂર છે.

Social