આશા નું બીજું નામ‌ શબરી

અત્યારે સમગ્ર દેશ‌‌ રામમય બની રહ્યો છે બને પણ‌ કેમ‌ કહી લગભગ સાડા પાંચ સો‌ વર્ષ ની લડાઈ હજારો, બલિદાનો, અથાગ મહેનત અને વર્ષો ની કાનુની પ્રકિયા ના અંતિમ‌ નિર્ણય ની વાટ જોયા પછી જ્યારે એક જ વર્ષ માં બે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને આખરે 22મી જાન્યુઆરી એ રઘુનંદન રાઘવ પોતાની જન્મભૂમિ પર બનેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિર ના ગર્ભગૃહ માં પોતાના નિજ મંદિર માં સ્થાપિત થયા જેની હરખ ની હેલી તમામ ભારતીયો પર વરસી સૌને ખૂબ આનંદ થયો. આને ફરી દેશ રઘુવીર રામચંદ્ર ની સ્તુતિ કરી એકી સ્વરે ગાવા લાગ્યો
“ભય પ્રકટ કૃપાલા દિન દયાલા કૌશલ્યા હિતકારી ….”

આજના લેખમાં રામની અન્યય ભક્તોને ની યાદી માં જેનું સ્થાન મોખરે છે એવી પરમ તપસ્વીની શબરી વિશે થોડી ચર્ચા કરવી છે. શબરી એ આશા નું બીજું નામ‌ છે. અત્યારે આપણે કોઈ ની વાટ પાંચ કે દસ મિનિટ સુધી માંડ માંડ જોઈ શકીએ છીએ.જો આપેલા સમય પર સામે વાળી વ્યક્તિ ન પહોંચે તો આપણે ગુસ્સે થઈ જઈ છીએ જ્યારે શબરી એતો વર્ષો સુધી રામ આવશે એની વાટ જોઈ અને સ્વયં અવતારી પુરુષ રામ પધાર્યા આવો આશા શ્રધ્ધા અને વિશ્વાસ નું પ્રતિબિંબ સ્વરુપ શબરી ને જાણીએ..

શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી અને રાણી હોવાને નાતે તે સાધુ સંતો ની ધનથી સેવા કરી શકતી, પણ તન થી સેવા કરી શકતી નહોતી. સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે, પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે. વિચારે છે કે હે ઈશ્વર ‘મને મહારાણી બનાવી તે ખોટું થયું છે, મારું જીવન બગડે છે, હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી.’ મહારાણી એક વખત પ્રયાગરાજ ગયાં, ત્યાં અનેક મહાત્માઓનાં દર્શન કર્યાં અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છા થઈ કરી વિચાર્યું કે બીજા જન્મમાં મને સાચા સંતોનો સત્સંગ થાય-સેવા થાય. બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યારૂપે તેમનો જન્મ થયો.

શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે. નાનાં હતાં ત્યારથી પ્રભુમાં પ્રેમ છે. શબરીના લગ્નનું નક્કી થયું, પિતા મિજબાની માટે ત્રણસો બોકરા લાવ્યા છે, શબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી. મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગઋષિના આશ્રમ પાસે આવ્યાં. વિચાર્યું કે ‘હું ભીલ-કન્યા છું, એટલે કદાચ ઋષિઓ મારી સેવાનો સ્વીકાર કરે કે ના કરે, તેથી મારે ગુપ્ત રહીને સેવા કરવી છે.’ એમ વિચારીને શબરી દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સુઈ જાય એટલે છુપી રીતે મહાત્માઓની સેવા કરે. આશ્રમની સાફસુફી કરે અને તાજાં ફળફૂલ –સેવાપૂજા માટે મૂકી આવે. ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તાની સફાઇ કરી સેવા અંધારામાં ઉઠીને કરતાં. કોઈને ખબર પડતી નથી, પરંતુ એક દિવસે તેની સેવા માતંગ ઋષિ એ નજરે નિહાળી.

માતંગ ઋષિએ પૂછ્યું કે તુ કઈ જાતની છે ? શબરીએ કહ્યું કે- હું કિરાતની કન્યા છું, ભીલડી છું. વારંવાર વંદન કરે છે કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ ‘હું અપરાધી છું. મને માફ કરો.’માતંગ ઋષિએ વિચાર્યું કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી. કર્મ તો ઉચ્ચ કોટિના છે આ કોઈ મહાન જીવ હીનયોનિમાં આવ્યો છે. માતંગ ઋષિએ પૂછ્યું કે બેટા તુ ક્યાં રહે છે ? શબરી એ કહ્યું કે હું ઝાડ ઉપર રહું છે. માતંગ ઋષિ એ કહ્યું કે હવેથી તુ મારા આશ્રમમાં રહેજે.

માતંગ ઋષિએ તેને આશ્રમમાં રહેવા ઝૂંપડી આપી છે. શબરી શુદ્ધ હતી, છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિની નિંદા કરે છે કે ‘ભીલ કન્યા આશ્રમમાં રાખી છે.’ માતંગ ઋષિએ વિચાર્યું કે આ ભીલડી બધી મર્યાદા પાળે છે, તેનો તિરસ્કાર યોગ્ય નથી. તેમણે શબરીને રામમંત્રની દીક્ષા આપી છે.
ॐકારનો ભાવાર્થ રામનામમાં ભર્યો છે. ॐકારના જેવી જ મંત્ર શક્તિ રામનામમાં રહેલી છે. રામ શબ્દમાં ર,આ અને મ એમ ત્રણ અક્ષરો છે. ‘ર’ થી પાપનો નાશ થાય છે, ‘આ’ થી બુદ્ધિ શુદ્ધ થાય છે અને ‘મ’ ચંદ્ર જેવી શીતળતા આપે છે. સમય જતાં માતંગ ઋષિ બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા, તે વખતે શબરી રડી પડી છે. કહે છે કે ‘પિતાજી તમે ના જાવ, તમે જશો તો મારું શું થશે ?’
માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું છે કે મેં તને રામ-મંત્રની દીક્ષા આપી છે, બેટા તુ ભાગ્યશાળી છે, કે શ્રીરામ તને એક દિવસ મળવા આવશે, મારા તને હૃદયથી આશીર્વાદ છે. તારા ઘરે રામચંદ્રજી જરૂર આવશે, ક્યારે આવશે તે મને ખબર નથી, પણ આવશે જરૂર. હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે.

શબરી રામની આશામાં જીવે છે, એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે. વર્ષો નું તપ ફળ્યું અને સ્વયં નારાયણ ભગવાન શ્રી રામ શબરીની ભક્તિ સ્વિકાર માટે તેમના દ્વારે આવે છે અને શબરી ને પોતાના હ્દય કુંજ માં સ્થાન આપે છે. શબરી ને વાંચતા અથવા તો તેમના જીવન ચરિત્ર ને સાંભળતા એવું લાગે છે કે કોઈ મનુષ્યની આશા રાખવી તે મહાદુઃખ છે, ભગવાનની આશા રાખવી તે મહા સુખ છે. જેવી રીતે મીરાંબાઈ . મીરાંબાઈના મહેલમાંથી રોજ વાતચીતનો અવાજ આવે. એક દિવસ દાસી વીણાએ મીરાબાઈને પૂછ્યું કે આપ રોજ કોની સાથે વાતચીત કરો છો ? ત્યારે મીરાંબાઈ એ કહ્યું કે હું મારા ગોપાલ જોડે વાત કરું છું. દાસી કહે કે ગોપાલ તમારી સાથે બોલે છે ? મીરાબાઈ કહે છે કે એતો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે. કોઈ મનુષ્યની આશા રાખવી નહિ અને પરમાત્માની આશા છોડવી નહિ. બસ નિર્દોષ અને નિસ્વાર્થ પ્રભુ સેવા કરતા રહો દરેક સ્થળે સ્થાનને દરેક જીવ માં શિવ ના દર્શન કરતાં રહો પ્રભુ તમારી નોંધ જરૂર લેશે. જય સીયારામ.
“સીયારામ મય‌ સબજગ જાની – કરહુ પ્રણામ દોરી જુગ પાની”

Social