સાણંદ તાલુકાની શાળાઓમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા શાળા સલામતી સપ્તાહ 2024ના સંદર્ભ અંતર્ગત સાણંદ પાલિકા ફાયર વિભાગ દ્વારા તાલુકાનાં ખોરજ, મોડાસર, ખોડા,રેથલની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો,શિક્ષકોને સાણંદ નગરપાલિકા ફાયર વિભાગના ધવલ પટેલ અને કમલ નાયી દ્વારા આગ તેમજ કોઈપણ કુદરતી આપત્તિઓના સમયે બચાવ માટે કેવા પગલા લેવા તેમજ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો, રેસ્ક્યુ મેથડ, કુદરતી હોનારત, પૂર, વાવાઝોડું ,ભૂકંપ જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેમજ આગ રક્ષણ અને નિવારણ વિશે ડેમો દ્વારા સમજૂતી આપી તાલીમ અપાઈ હતી.

Social