વિસનગરના તરભમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, મહેસાણા ST 7 દિવસ સુધી 50 બસો વધારાની દોડાવશે

મહેસાણાના વિસનગર તાલુકાના તરભ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર વાળીનાથ મહાદેવ મંદિરે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાંથી શિવભક્તો ઉમટી પડવાની સંભાવનાને અનુલક્ષીને મહેસાણા એસ.ટી.વિભાગ દ્વારા મહેસાણા, ઊંઝા, વિસનગર ડેપો ખાતેથી વધારાની 50 જેટલી બસો દોડાવાશે.
આશરે સાતેક દિવસીય મહોત્સવમા ગામે ગામથી ભાવિ ભક્તોને શિવાલયના દ્વારે મહાદેવના દર્શનનો લાભ મળી શકે તે માટે મહેસાણા એસ.ટી.ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેસાણા ડેપોથી 10 બસ, ઊંઝા ડેપોથી 20 બસ, અને વિસનગર ડેપો ખાતેથી 20 બસ મળી કુલ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. બહાર ગામથી આવતા ભાવિ ભક્તોના તમામ વાહનો માટે તરભ ગામથી ચારેક કિલોમીટર દૂર પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે.

Social