આંકલાવ તાલુકાના મુજકુવા ગામે ટેન્કરે પીકઅપ ડાલાને ટક્કરે 2ના મોત

આંકલાવના મુજકુવા ગામનાં પાટીયા નજીક પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે, માર્ગ પર સામેથી આવતા પીકઅપ ડાલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર ત્રણ મિત્રો પૈકી બે ના કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે, અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સહિત બે ને ઈજા પહોંચી છે. અકસ્માત અંગે આંકલાવ પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social