ઓખા ભારતીય કોસ્ટ ડિસ્ટ્રિક્ટ હેડ કવાર્ટસ દ્વારા 48મો સ્થાપના દિવસ ઉજવાયો

ઇન્ડીયક કોસ્ટ ગાર્ડ (ICG) તેની સિદ્ધિઓ અને કાર્યક્ષમતા માટે વિશ્વના પ્રસિદ્ધ કોસ્ટગાર્ડમાંના એક તરીકે ગણવામાં આવે છે જેની સાથે તે પડકારજનક વાતાવરણમાં પણ તેની સંપત્તિઓનું સંચાલન કરે છે જેનાથી ચોવીસ કલાક તે દેશ ને સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત આપે છે. તેના સૂત્ર “વયમ રક્ષામહ” એટલે કે “અમે રક્ષણ કરીએ છીએ” ને સાચું માનીને, આ સેવાને 1977માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 11,554 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને માત્ર 2023 માં જ 200 લોકોના જીવ બચાવ્યા છે.
ઉત્તર ગુજરાતની સંવેદનશીલ દરિયાઈ સીમાની સુરક્ષા માટે, ICG એ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલયના નેજા હેઠળ ઓખા ખાતે કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નંબર 15 ની સ્થાપના કરી હતી. ત્યારથી આ મુખ્યમથક જહાજો અને વિમાનોની જમાવટ દ્વારા સતત 24 x 7 તકેદારી કરી રહ્યું છે. હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે તમામ પડકારોનો સામનો કરી આ હેડક્વાર્ટર ઉત્તર ગુજરાતની દરિયાઈ સીમાઓને અસરકારક રીતે સુરક્ષિત કરવા અને શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.

Social