સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને જૂનાગાઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, ATSના લોકઅપમાં રાત વિતાવી

મહા તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ગઈકાલે એટીએસની ટીમે અમદાવાદના એસજી હાઈવે ઉપરથી પકડી લીધો હતો. એક સમયે ક્રાઈમ બ્રાંચમાં ભલભલા ચમરબંધી ગુનેગારોને થર્ડ ડીગ્રી વાપરીને પોપટની જેમ બોલાવતો હતો તે પીઆઈ તરલ ભટ્ટ એટીએસની લોકઅપમાં રહ્યો હતો અને આરોપીને આપવામાં આવતું હોય એ ટિફીન આપવામાં આવ્યું હતું. તરલ ભટ્ટ પહેલાં શ્રીનાથજી અને બાદમાં ઈંદોર ભાગી ગયો હતો અને નાટકીય રીતે અમદાવાદમાં આવ્યો હતો અને ત્યા એટીએસે પકડી લીધાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ આજે એટીએસ તરલ ભટ્ટને લઈ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો છે.

Social