દેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવ્યા : હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી

નર્મદાના ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવવાની ઘટના સામે આવી છે.જેમાં પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો અધ્ધરિયુ (હેલિકોપ્ટર) જોવા ઉમટી પડ્યા હતા. અત્યારે સુધી મોટા શહેરોમાં હેલિકોપ્ટરમાં જાન આવવાના કિસ્સાઓ હવે છેવાડાના નાના શહેરોમાં પણ જોવા મળતા જાણે મેરા દેશ બદલ રહા હૈ નો નારો જાણે સાર્થક થઇ રહ્યો હોય તેમ લાગે છે.

ડેડીયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેનના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે ત્યારે ડેડીયાપાડા ના ઈતિહાસ હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુમાંથી ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા ડેડીયાપાડા ની ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેનના લગ્ન તિંબા ગામ ના રોહન ભાઈ સાથે થઈ રહ્યા છે ત્યારે રોહન ભાઈએ પોતાના વરઘોડા માટે અને વરરાજા ને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું. જે મુંબઈથી ટીંબા ગામે ગયો હતું અને ત્યાંથી વરરાજાને બેસાડીને ડેડીયાપાડા ખાતે આવશે અને ત્યારબાદ લગ્ન બાદ જાન સાંજે વિદાય લેશે જેમાં વર તથા કન્યાને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવશે.

Social