હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરી માવઠાની સંભાવના !

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વાનીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડી, માવઠા અને ઝાકળવર્ષા પડશે.તેમના જણા્વ્યા અનુસાર આગામી સપ્તાહમાં રાજયના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. પવનની દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વની હોવી જોઈએ તેના બદલે પશ્ચિમની કે ઉત્તર પશ્ચિમની હતી જેના કારણે તાપમાન બે દિવસ ઊંચું આવ્યું છે પવનની દિશા બદલાવાની સાથે તેમણે છૂટાછવાયા ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે

પરેશ ગોસ્વામીએ હવામાનની આગાહી કરતા વધુમાં જવાવ્યું હતું કે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના માહોલ વચ્ચે માવઠા પડવાની સંભાવના છે. ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે મહત્તમ તાપમાન ઊંચું આવ્યું છે તે જોતા લોકોને લાગતું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો અને ઉનાળાની શરુઆત થશે પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા 5-6 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે. કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા પણ નીચું જવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની સંભાવના છે.10મી ફેબ્રુઆરીથી રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે, જેમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે, જેમાં વધુ ઘાટા વાદળો થાય તો માવઠું પણ થઈ શકે છે. પરંતુ આ અંગેની ચોક્કસ સંભાવનાઓ આગામી દિવસોમાં વ્યક્ત કરવાની તેમણે વાત કરી છે.

Social