અમદાવાદમાં આજે મહા સંત સંમેલનનું ભવ્ય આયોજન, દેશભરના સંતો સમારોહમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદના સુપ્રસિદ્વ જગન્નાથ મંદિર અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે મહા સંત સંમેલન અને અભિવાદનનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સંત સંમેલન પાલડી પાસે આવેલા નકળંગ મહાદેવમાં યોજાશે.દેશ સહિત રાજયમાંથી સંતો-મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિત સાધુઓ ઉપસ્થિત રહેશે. ભારતીય સંસ્કૃતિને લોકો જાણે તેના માટે આ ધર્મનું આ સંમેલનનું આયોજન કરાયું છે,આ ઉપરાંત સમાજને ખરાબ દૂષણોથી મુક્ત રાખવા માટે જાગૃતિનો માર્ગદર્શન આપવામાં આવશે, સમાજની શિક્ષણ પ્રથા, નશા મુક્તિ, ગૌપાલન તેમજ ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીનો અભિવાદન સમારોહ યોજાયો નહોતો તેના માટે આ સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવશે. આ સંત સંમેલનમાં ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા સમિતિના અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારી સંતોની ઉપસ્થિતિ રહેશે. 4 ફેબ્રુઆરી રવિવારે સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી આ સંત સંમેલન યોજાશે, ત્યારબાદ બપોરે 1:00 વાગ્યે તમામ સંતો મહંતો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહા સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરી રહ્યું છે.

Social