ગાંધીનગર એપોલો સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને મારી ટક્કર : બાઇક ચાલકનું મોત

એપોલો સર્કલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક યુવાનના બાઇકને ટક્કર મારી મારી હતી .જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાનુ વાહન લઈ નાસી ગયો હતો. આ અંગે સુરેશભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બેચરભાઈ રાવત પરિવાર સાથે રહે છે. જે નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૩ ફેબ્રુઆરીએ રાત્રિના સમયે સુરેશભાઈ ઘરે હાજર હતા. ત્યારે તેમની ભત્રીજીએ ફોન કરી જણાવેલ કે તેના પિતા નાના ચિલોડાથી બાઈક લઈને ઘરે આવતા હતા ત્યારે એપોલો સર્કલ પાસે તેઓનું અકસ્માત થયેલ છે. જેથી સુરેશભાઈએ ત્યાં જઈને તપાસ કરતા ત્યાં જઈને જોયેલ તો ભાટ ટોલટેક્સથી એપોલો સર્કલ તરફ જતા એપોલો સર્કલ નજીક રોડ પર તેમના નાના ભાઈ પ્રવીણભાઈ બેચરભાઈ રાવત લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી સુરેશભાઈએ આજુબાજુમાં લોકોને પૂછપરછ કારતક જાણવા મળેલ કે કોઇ અજાણ્યો વાહન ચાલક પ્રવીણભાઈને ટક્કર મારી ગંભીર રીતે ઈજાઓ પહોચાડી મોતનિપજાવી નાસી ગયેલ છે.આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે મુત્યુ થનાર પ્રવીણભાઈના મોટાભાઈ સુરેશભાઈ અજાણ્યા વાહન ચાલક સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી છે.

Social