ગાંધીનગર ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરમાં અજાણ્યા ઇસમે રૂ ૬૨૫૦૦ ની મત્તાની ચોરી કરી

ગાંધીનગર સેક્ટર-૨/બી માં આવેલ ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરમાં રાત્રિના સમયે કોઇ અજાણ્યા ઇસમે મંદિરના મેઈન ગેટનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાં રહેલ રોકડ રકમ ૧૫૦૦૦ હાજર તેમજ મંદીરના ગર્ભગૃહમાંથી શિવલિંગના ઉપરના જર્મન-સિલ્વરના નાગદેવતા તથા ઉપરના ભાગનુ લટકતુ સત્તર, તાજ આહુજા કંપનીની વાયર સાથે માઈક નંગ ૪, આહુજા કંપનીના સાઉન્ડ-મિક્ષર નંગ ૧ વગેરે જેવી મંદિરની એન્ડ્ર પ્રવેશી અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. જેની સેક્ટર ૭ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર સેક્ટર ૨ વિસ્તારમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. જે કોન્ટ્રાક્ટર તરીકે અલગ અલગ સાઇડ પર કન્સ્ટ્રક્શનનુ કામ કરે છે. તેમજ સેક્ટર-૨/બી માં આવેલ ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરમાં ટસ્ટ્રી તરીકે સેવા આપી છે. જે આજરોજ વહેલી સવારના હુ મારા ઘરે હાજર હતો દરમ્યાન ૫ વાગ્યા આસપાસ ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદીરના પુજારી દેવર્શ ભટ્ટનો ફોન આવેલ અને જણાવેલ કે ગત ૦૨ ડિસ્વમ્બરે રોજ રાત્રીના આશરે સાડા સાતેક વાગે મંદીર બંધ કરી લોક કરેલ હતુ. જે આજરોજ સવારના સમયે મંદિરની પૂજા આરતી કરવા માટે આવેલ ત્યાં મંદીરના મુખ્ય ગેટનુ તાળુ તુટેલ હતુ અને તાળુ જણાયેલ નહી અને અંદરની દાન પેટીનુ ઈન્ટર લોક પણ તુટેલ હતુ અને મંદીરમાં ચોરી થયેલ હોય તેવુ લાગે છે તેમ જણાવતા ભરતભાઈ મંદીરના ટસ્ટ્રના પ્રમુખ સી.ટી.સુથાર તેમજ અન્ય ટસ્ટ્રીઓને ફોન કરી આ બાબતે જાણ કરી મંદીર ખાતે આવેલ અને મંદીરમાં તપાસ કરતા નીચે મુજબની વસ્તુ તથા રોકડની વિગતે ચોરી થયેલ હોવાનુ જણાયું હતું. જેમાં દાનપેટીમાંથી રૂ. ૧૫૦૦૦ અને મંદીર ગર્ભગૃહની બહારના પરીસરના ભાગેથી શિવલિંગનુ એક જર્મન-સિલ્વરનુ થાળુ જેનુ વજન આશરે ૨ કિ.ગ્રા. જેની આશરે કી.રૂ.૨૦,૦૦૦ તથા મંદીરના ગર્ભગૃહમાંથી શિવલિંગના ઉપરના જર્મન-સિલ્વરના નાગદેવતા તથા ઉપરના ભાગનુ લટકતુ સત્તર જે બન્ને નુ વજન આશરે ૨ કિ.ગ્રા. જેની આશરે કી.રૂ. ૧૩,૦૦૦ તાજ આહુજા કંપનીની વાયર સાથે માઈક નંગ ૪ જેની આશરે કિં.રૂ.૩,૦૦૦, આહુજા કંપનીના સાઉન્ડ-મિક્ષર નંગ ૧ જેની આશરે કિં.રૂ.૭,૦૦૦, સી.સી.ટી.વી. કેમેરાના ડી.વી.યાર. જેની આશરે કિ.રૂ.૩,૦૦૦ અને એક જર્મન-સિલ્વરની આરતી જેની આશરે કિ.રૂ.૧૫૦૦ હતી જે કોઇ અજાણ્યો ઇસમ ગેટનુ લોક તોડી મંદીરમાં પ્રવેશ કરી મંદીરમાંથી ઉપરોક્ત અલગ અલગ વસ્તુઓ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૬૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ ગયેલ હતો.આ અંગે ભારત ભાઈએ ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.

Social