કલોલમાં એક થિયેટરના પાર્કિંગમાં પાર્ક કરેલ એકટીવા અજાણ્યા ઈસમે કરી ચોરી

ગાંધીનગરના કલોલ ખાતે નોકરી કરતી યુવતીએ એચ.ડી.એફ.સી બેન્ક મુવીપ્લેકસ થિયેટર સઇજના પાર્કિંગમાં એકટીવા પાર્ક કર્યું હતું. ત્યારબાદ યુવતીએ નોકરીએથી પરત આવી સાંજના સમયે એક્ટિવા જોવા મળેલ નહીં. જે એક્ટિવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હતો. આ અંગે કલોલ પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર જિલ્લાના રામનગર વિસ્તારમાં રાજ કનુભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. જે હાજીપુર ખાતે પ્લાઝામાં ઇન્ડક્શન કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની નાની બેન તનુજા કલોલ એચ.ડી.એફ.સી બેંકમાં મૂવિપ્લેશ થિયેટર સઈજ ખાતે નોકરી કરે છે. જે તેઓના માતાનું એક્ટિવા નોકરીએ જવા આવવા માટે ઉપયોગ કરે છે. ગત ૩૧ ડિસેમ્બરે સવારના ૮ વાગ્યાની આસપાસ ઘરેથી એક્ટિવા લઈને નોકરી માટે ગયા હતા. જ્યાં તનુજાએ એચ.ડી.એફ.સી બેન્ક મુવીપ્લેકસ થિયેટર સઇજના પાર્કિંગમાં એકટીવા પાર્ક કર્યું હતું. ત્યારબાદ તનુજા નોકરીએથી પરત આવી સાંજના સમયે એક્ટિવા જોવા મળેલ નહીં. અને આજદિન સુધી આજુ-બાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી તેઓને બહાર ગામ જવાનું હોય જેથી ફરિયાદ કરવા આવેલ નહીં. સરકારશ્રી ની જાહેરાત મુજબ એકટીવા ની ચોરી થવા બાબતે વેબસાઇટ ઉપર ઈ ફરીયાદ નોંધાવતા ડોકયુમેન્ટ અપલોડ થતાં ન હોય જેથી ઇ-એફ.આઇ.આર થયેલ નહી. જેથી એક્ટિવા ચોરી થયાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Social