ધોલેરા SIR ની આંતરમાળખાકીય સુવિધા માટે 62 કરોડનું બજેટ ફાળવાયું

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ પ્રસ્તુત કરાયું હતું. જેમાં ધોલેરા સર વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે ૬૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ધોલેરા SIRના બહુહેતુક પ્રોજેકટને લઈ સરકાર બજેટમાં કોઈ મોટી જાહેરાત કરે તેવી આશા રાખવામાં આવી રહી હતી. ત્યારે શુક્રવારે રજૂ કરાયેલા બજેટમાં નાણાં મંત્રીએ સર વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે ૬૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. થોડા દિવસો પહેલા સર વિસ્તારમાં વિવિધ સુવિધાઓ માટે સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા SIRની અચાનક મુલાકાત લીધી હતી. સ્માર્ટ સિટી માટેનો પ્રોજેકટ હાલ ચાલી રહ્યો છે. વિવિધ કંપનીઓને અહીં આવવા માટે સરકાર આમંત્રિત પણ કરી રહી છે. ત્યારે ધોલેરા સરને લઈ બજેટમાં કોઈ મોટી જાહેરાતની અપેક્ષા વિસ્તારના લોકો રાખી રહ્યા હતા. આજે સરકાર દ્વારા સર વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ માટે ૬૨ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. વિસ્તારમાં બજેટમાં ફળવાયેલા બજેટને લઈ ખુશી જોવા મળી રહી છે.

Social