લોહાણા સદાવ્રત ટ્રસ્ટ દ્વારા સાણંદમાં હરતું ફરતું નિઃશુલ્ક ભોજનાલય શરુ કરાશે

લોહાણા સદાવ્રત સાણંદ તરફથી તા.૪-૨-૨૦૨૪ ને રવિવાર ના રોજ ૫.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર જાનકીદાસજી બાપુ (મહંતશ્રી ભાણસાહેબ સમાધી સ્થાન કમીજળા) ના કરકમળો થી દરીદ્રનારાયણની સેવા અર્થે ફરતું ભોજનાલથ શરૂ કરવાનું શુભ કાર્યક્રમ આમંત્રીત મહેમાનો, દાતાઓ, લોહાણા જ્ઞાતીના અગ્રગણીયો તથા લોહાણા જ્ઞાતીના જ્ઞાતીબંધુઓ તેમજ અન્ય ઉપસ્થિત રહેનાર ભાવિક ભક્તોની હાજરીમાં ખુલ્લું મુકાશે . શ્રી બાપા જલારામ સત્સંગ મંડળ (જલારામ મંદિર) સાણંદ જે લોહાણા સદાવ્રત ટ્રસ્ટની સહયોગી સંસ્થા છે ત્યાં જલારામ મંદિર સાણંદ ખાતે આ લોકાર્પણ સમારોહ યોજાશે. અત્યાધુનિક ઈ રિક્ષામાં બનાવેલ આ ભોજનાલય જરૂરિયાત વાળા લોકોની જઠરાગ્નિ ઠારવાના શુભ આશય સાથે ભગીરથ કાર્ય કરશે.

Social