અમદાવાદમાં અકસ્માતમાં બેના મોત:SG હાઈવે પર યુવકને અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારી ફરાર : સારવાર દરમિયાન મોત

અમદાવાદ શહેરના SG હાઇવે પર અકસ્માતના બનાવ સતત વધી રહ્યા છે, ત્યારે એક યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર ફરાર થયો હતો જેનું સારવાર દરમ્યાન યુવકનું મોત થયું છે. બનાવને લઈને એસ.જી હાઇવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજો અકસ્માતનો બનાવ અસલાલી પાસે બન્યો છે જેમાં એક ટ્રકના ટાયર વૃદ્ધના પગ પર ચડાવી ફરાર થયો છે.
સૂત્રોના કહેવા મુજબ સુરેન્દ્રનગરના અજય ચાવડા 31 જાન્યુઆરીએ ઉજાલા સર્કલ તરફથી ચાલતા આવીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અજયને ટક્કર મારતા શરીરે ઇજાઓ થઈ હતી. અને સ્થાનિકોએ અજયને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં સારવાર બાદ 3 ફેબ્રુઆરીએ તેમનું મોત થયું હતું. એસ.જી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજો અકસ્માત અસલાલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ચલાવી મૂળજીભાઈ મકવાણા નામના વૃદ્ધને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં વૃદ્ધના પગ પર ટાયર ચડાવી ટ્રક મૂકી ફરારથયો હતો અને મૂળજીભાઈનું સારવાર બાદ મોત થતાં અસલાલી પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે.

Social