સાબરમતીમાં લગ્ન પ્રસંગ દરમિયાન જૂની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારી

સૂત્રોના કહેવા મુજબ સાબરમતી ધર્મનગરમાં લગ્ન પ્રસંગમાં જૂના ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે મારા મારી થઈ હતી. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક પક્ષે મારામારી તથા બીજા પક્ષે છેડતી તથા મારામારી સહિતની સામ સામે ફરિયાદો નોંધાવી હતી. સાબરમતીમાં રહેતા નરેશભાઈ ઠાકોરના કાકાની દીકરીના લગ્ન હોવાથી સાબરમતી ધર્મનગર પાસે જાનૈયાઓ જાન લઈને ડી.જે વગાડી રહ્યા હતા, ત્યારે નરેશભાઈ ત્યાં પહોંચ્યા હતા. તે સમયે બે વર્ષ પહેલાં ઝઘડો થયેલ હિંમ્મત ઠાકોરના ભાણીયા બાદલ તથા હાર્દિક અગાઉના ઝઘડાની અદાવત રાખીને નરેશભાઈને લાકડીઓના ફટકા મારવા લાગ્યો હતો.

Social