રાણીપમાં 40 લાખ ચૂકવી આપ્યા છતાં ધમકી આપતા 2 વ્યાજખોરો સામે ગુનો

રાણીપમાં રહેતા યુવકે રૂ.40 લાખ વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ અને મૂડી સમયસર ચૂકવી આપ્યું હોવા છતાં વ્યાજખોરોએ રૂ.19 લાખ ચૂકવવાના બાકી હોવાનું કહીને હેરાન પરેશાન કરતાં યુવકે બે વ્યાજખોર સામે ફરિયાદ કરી છે.

   સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2018માં પલકભાઈ પાસેથી રૂ.5 લાખ દસ ટકા વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ અને રકમ ચૂકવી પણ આપી હતી. વધુ પૈસાની જરૂર પડતા પાર્થે બીજા રૂ.40 લાખ દસ ટકા વ્યાજે લીધા હતા. જેનુ વ્યાજ અને મૂડી ચૂકવી સમયસર ચૂકવી આપ્યુ હતું. તેમ છતા પલકભાઈ કારીયા તથા તેના મિત્ર સંજય ઠક્કરે રૂ.19 લાખ આપવાના બાકી છે તેમ કહીને હેરાન કરતા હતા. પાર્થે જે ચેક આપ્યા હતા. જેમાં રૂ.69 લાખની રકમ ભરીને ચેક બેંક ખાતામાં ભર્યો હતો. જે ચેક બેંકમાંથી રીટર્ન થતા કેસ કરવાની નોટિસ આપી હતી. વ્યાજખોરોની ધમકીથી કંટાળીને પાર્થે આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
Social