કડી હાઇવે પર અમદાવાદના યુવકનું બાઈક સ્લીપ ખાઈ જતા મોત

પ્રાપ્ત માહિતી મુજબ કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ એન.સી દેસાઈ પેટ્રોલિયમમાં આવેલ ઓફિસથી થોડાક રોડ તરફ દૂર એક યુવકની લાશ મળી આવી હતી. જ્યાં કર્મચારીઓ રવિવારે પેટ્રોલ પંપ ઉપર કામ કરી રહ્યા હતા. જે દરમિયાન ઓફિસની બાજુમાં આવેલ એક ઓરડીની પાછળ એક અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. જ્યાં તુરંત જ તેઓએ પેટ્રોલ પંપના માલિકને જાણ કરી હતી. જ્યાં પેટ્રોલ પંપના માલિક પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કડી પોલીસને જાણ કરી હતી.

અમદાવાદના જીતેન્દ્ર કાળુભાઇ આહીર તેમના પરિવારજનોને કહી કડી ખાતે મિત્રના લગ્ન માં જવા નીકળ્યા હતા અને ઘરે પરત ન ફરતા તેમના પિતાએ તેમજ તેમના પરિવારજનોએ તેમના ફોન ઉપર સંપર્ક કર્યો હતો, પરંતુ જીતેન્દ્ર એ ફોન ઉપાડ્યો ન હતો. જે બાદ પોલીસ દ્વારા તેમના પરિવાર અને પિતાને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટના સ્થળે તેમના પરિવારજનો આવી પહોંચ્યા હતા. જીતેન્દ્ર રવિવારે ઘરેથી લગ્નમાં કડી ખાતે જઉં છું તેવું કહીને બાઈક નંબર લઈને કડી ખાતે આવ્યો હતો અને કડી હાઇવે ચાર રસ્તા પાસે પહોંચતા તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જ્યાં જીતેન્દ્ર ઉભો થઈને પોતાનું બાઈક લઈને પેટ્રોલ પંપ તરફ ગયો હતો અને ત્યાં બાઈક પાર્ક કરીને ચાલતો ઓફિસની બાજુમાં આવેલ ઓરડીની પાછળની બાજુએ જતા તે જમીન ઉપર પછડાયો હતો. જ્યાં તેને માથાના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

Social