મહેસાણામાં આખલાની અડફેટે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મહેસાણામાં કસ્બાના રાણાવાસ નજીક નાથાભાઈ રણછોડભાઈ પરમાર(ઉં.72) સાંજે મજૂરીકામ કરી પરત ઘરે ચાલતા જતાં હતા ત્યારે પાછળથી એકાએક દોડીને આવેલા એક આખલાએ અડફેટે લેતા વૃદ્ધ જમીન ઉપર પડ્યા હતા. વુધ્ધને બચાવવા માટે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈને મહેસાણામાં રખડતાં ઢોરોનોને અંકુશમાં લાવવા રસીઓએ માંગ કરી હતી .

Social