સાણંદના ગોરજ કેનાલ પાસે રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત,1ને ઇજા

સાણંદના નળ સરોવર રોડ પર વિરામગામ મોટા શાહપુર ગામના સુરેશભાઈ સાપરા બાઈક લઈને સાણંદ તરફ કામ માટે જતા ત્યાં ગોરજ કેનાલ પાસે એક કાર અને તેઓના બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. અને સાણંદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતમાં કાર રોડની સાઈડમાં ખાડામાં પડી હતી. અને કાર મૂકી કાર ચાલક નાસી જતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.

Social