ગોતા-જગતપુર રોડ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે મોપેડને અડફેટમાં લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત

અમદાવાદના ગોતા-જગતપુર રોડ પાસે પણ મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે મોપેડ સવાર મહિનાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મહિલા સાથે સવાર બે બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને કાર ચાલક વિરૂદ્વ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના SG હાઇવે પાસે ગોતા-જગતપુર રોડ પાસે દારૂના નશામાં ધૂત કાર ચાલકે મોપેડ ચલાવી રહેલી મહિલાને અડફેટમાં લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.અક્સમાત થતા આજુબાજુના વિસ્તારના લોકો સત્વરે દોડી આવ્યા હતા અને કાર ચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કરી દીધો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે આેવરસ્પીડ કાર હંકારીને તેણે મોપેડને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો,જેમાં ગોતામાં રહેતી મહિલા મીતા પ્રજાપ્રતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ કાર ચાલકનું નામ દિલીપ ગોહિલ છે,પોલાસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર ચાલકની સઘન પુછપરછ હાથ ધરી છે.

Social