ધંધુકા શહેરમાં તસ્કરોનો આતંક વધ્યો

ધંધુકા શહેરમાં પાછલા કેટલાક દિવસથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ વિસ્તારમાં ૭ મકાનોના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હતો. તો ધંધુકા શહેરની સરમુબારક દરગાહ ખાતે આવેલ યાત્રિકની ઇકો કાર મેદાનમાં પાર્ક કરી હતી ત્યાંથી કોઈ અજાણ્યો તસ્કર કારની ઉઠાંતરી કરી જતા ધંધુકા પોલીસ મથકમાં કાર ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.

ધંધુકા પંથકમાં ચોરીની ઘટના ઓ વધવા પામી છે તસ્કરો બેફામ બન્યા છે બે દિવસ પહેલા એક જ રાત માં તસ્કરોએ શહેરના વિવિધ વિસ્તારો મોદીફળી, અંબાપુરા વિસ્તારોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક જ રાત માં તસ્કરોએ ૭ મકાનો ના તાળા તોડ્યા હતા આ બધા જ મકાનો બંધ હતા અને ઘર માલિકો લગ્ન પ્રસંગ કે અન્યત્ર બહાર હોવાથી બંધ મકાનો ને નિશાન બનાવાયા હતા. શહેરના સોસાયટી વિસ્તારો માં ચોરીઓની ઘટનાઓ ઘટતી હતી પરંતુ બે ત્રણ દિવસ પહેલા શહેરના સૌથી ગીચ અને જાગતા વિસ્તાર કે જે મુખ્ય પોલીસ મથકની પાછળ જ આવે છે તેવા અંબાપુરા(નમ્બર) વિસ્તારમાં ઘરોના તાળા તૂટતા લોકો માં ભય ફેલાયો છે શહેર અને પંથકમાં અગાઉ પણ ચોરીઓની ઘટનાઓ ઘટી હતી જેમાની અનેક ચોરીઓના ભેદ આજ દિન સુધી ઉકેલાયા નથી ત્યારે શહેરની મધ્યમાં તસ્કરો એ તરખાટ મચાવી ધંધુકા પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે.તો ધંધુકા સરમુબારક દરગાહ ખાતે ભળીયાદના ઉર્સ નિમિતે દર્શનાર્થે આવેલ દિલાવરભાઈ પરમાર રહે.કોઠારીયા જી.રાજકોટ પરિવાર સાથે આવ્યા હતા ભડિયાદ દર્શન બાદ ધંધુકાની સરમુબારક દરગાહના પાર્કિંગમાં તેમની ઇકો કાર મૂકીને દુવા સલામ માટે ગયા બાદ જ્યારે ફરી પાર્કિંગમાં આવ્યા ત્યારે તેમની ઇકો કાર નહિ મળતા શોધખોળ શરૂ કરી હતી અંતે ઇકો કાર નહિ મળતા ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ દ્વારા તેમની ઇકો કાર કિંમત રૂ.1.50 લાખ ચોરી કરી નાસી ગયા સબબ ની ફરિયાદ નોંધાઇ હતી ધંધુકા પોલીસ કાર ચોર ને પકડવા મથામણ કરી રહી છે.

Social