Breaking News

પીએમ મોદી અને અમિત શાહ ફરી આવશે ગુજરાતની મુલાકાતે, વિસનગર ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી

વિસનગરના તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત મંદિરમાં શિવલિંગ તેમજ મહા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પીએમ મોદી અને અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં 22 ફેબ્રુઆરીએ સાધુ મહંતોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મહેસાણાનાં વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જયરામગીરી બાપુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. તેમજ 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભારતભરથી સંતો મહંતો કાર્યક્રમમાં જોડાશે. તેમજ રાજકીય આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાશે. તા. 16 થી 22 તારીખ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.

Social