Breaking News

અમદાવાદમાં વાસણામાં લસણના 14 કોથળા ચોરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા ઉપાડીને ફરાર થઈ ગયાં હતાં. વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

સાવંસાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે APMCમાં પોતાની દુકાનની આસપાસ લસણની બોરીઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મળી નહોતી. તેમણે બાદમાં CCTV ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, શનિવારે સાંજે સાડા છ વાગ્યે બે શખ્સ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, એપીએમસીમાં તેમની દુકાન પર બે શખ્સ આવ્યા હતા અને લસણની 14 બોરી ઉપાડીને એક રિક્ષાની અંદર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી સાવંસાએ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને બાદમાં બે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

Social