Breaking News

રાજસ્થાન વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ 15મી ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા ચોથા સત્રમાં વિધાનસભા ગૃહની મુલાકાત લીધી

રાજસ્થાન વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ 15મી ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા ચોથા સત્રમાં વિધાનસભા ગૃહની મુલાકાત લીધી અને રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને અભિનંદન આપતો સંકલ્પ – ઠરાવ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો તે અવસરના તેઓ સાક્ષી બન્યા હતા. તેમણે ગુજરાત વિધાન સભા ની NEVA કામગીરી જોઈને તેની પ્રસંશા કરી હતી.

વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તથા રાજ્યમંત્રી મંડળનાં મંત્રીઓ સાથે પણ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ શુભેચ્છા મૂલાકાત કરી હતી.

Social