Breaking News

અમદાવાદના જગતપુરમાં IT કંપનીમાં આગ ભભૂકી

અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસેના આવેલ અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં એકાએક આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગતા કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી હતી, જો કે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભારે જહેમતથી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના જગતપુર ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આગ લાગવાનો મેસેજ મળતાની સાથે ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે આઇટી કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ જ કોમ્પ્લેક્સમાં બેથી ત્રણ હોસ્પિટલો આવેલી છે જેથી આગ લાગવાની જાણ થતા કેટલાક લોકો નીચે ઉતરી ગયા હતા.

Social