સાણંદના નળ સરોવર પાસે ગાડીમાં યાયાવર પક્ષીને પકડીને લઈને જતો એક ઈસમ પકડાયો

સૂત્રોના કહેવા મુજબ નળ સરોવર પોલીસની ટીમે બાતમી આધારે વિરામગામ તાલુકાનાં અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહેલી ગાડીનો પીછો કરતાં નળ સરોવર રોડ પર કુંડલ પાસે ગાડી ઝાડ સાથે અથડાઇ હતી જેમાં અંધારામા એક અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો જ્યારે ભરતભાઈ રમણભાઈ વાંટિયા કો.પટેલ (જાંબુથલ તા.સાણંદ)ને પોલીસે દબોચી લીધો હતો અને પોલીસે ગાડીમાં તપાસ કરતાં જીવિત 4 નંગ યાયાવર ગણાતા ગાજહંસ મળતા વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક વન વિભાગે ગાજહંસને અમદાવાદ વન વિભાગની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ભરતભાઈ વાંટિયા સામે ગુનો નોંધી અન્ય અજાણ્યા શખ્સને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

Social