અમદાવાદમાં જુગારધામ પર પોલીસનો દરોડો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટિમને બાતમી મળી હતી કે સંકલિતનગર શાળા પાસે કાલુ ગરદન તેના બે સાગરિતોને રાઈટર તરીકે રાખી જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી વાળા સ્થળે દરોડો પાડી સલીમ કાસમભાઈ સૈયદ, ઉસ્માન ગુલાબભાઈ સૈયદ, મોહંમદ સુલતાન ઈશાકભાઈ શેખને પકડી લઈ મોબાઈલ સહિત કુલ 3100નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાલુ ગરદનને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Social