પાટડી પાલિકાએ ટેક્સ વસુલવા 150 લોકોને નોટીસ ફટકારી

સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાએ રૂ. 2.87 કરોડના બાકી ટેક્સની વસૂલાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારના 150 જેટલા ટેક્ષ બાકીદારોને નોટિસ પાઠવી અને મિલ્કત જપ્તી અને નળ કનેક્શન કાપવા સહીતની કડક કાર્યવાહીની ચેતવણી આપતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં અતે વેરા વસુલ કરવામાં આવે છે. રૂ. 10,000થી વધુના બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી શરૂ કરાઇ છે

Social