પાટણમાં NSUIએ PGVCLની ભરતી લઈને રસ્તો ચક્કાજામ કર્યો

સૂત્રોના કહેવા મુજબ રાજકોટ પીજીવીસીએલના 8 ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા અને મેરીટ લીસ્ટનો ટાઈમ વધારવાની માંગને લઈ છેલ્લા 5 દિવસથી રાજકોટમાં 400 જેટલા યુવાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જે વિરોધ પ્રદર્શનને પાટણ એનએસયુઆઇ દ્વારા સમર્થન આપ્યું હતું અને શહેરના ત્રણ રસ્તા માર્ગને અડધો કલાક સુધી ચકકાજામ સાથે પૂતળાનું દહન કરી ભારે વિરોધ સૂત્રોચ્ચાર કરતા સ્થાનિક પોલીસે વિરોધ પ્રદર્શિત કરતાં લોકોની અટક કરી હતી.

Social