સાણંદના શેલાના યુવક સાથે ઓનલાઇન ટાસ્કમાં રૂ.4.35 લાખની ઠગાઇ

સાણંદના શેલા વિસ્તાર રહેતા યુવકને ઠગે મોબાઈલમાં મેસેજ કરી વર્ક ફોમ હોમમાં પૈસા કમાવા માટે સબક્રાઇબ અને લાઇક કરવાના ટાસ્ક આપીને લોભામણી સ્ક્રીમમાં રોકાણ કરાવી યુવક સાથે રૂ.4.35 લાખની ઠગાઇ કરતા બોપલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સાણંદના શેલામાં રહેતા પાર્થભાઈ મુકેશભાઈ દોંગા (મૂળ રાજકોટ) ખાનગી આઇ.ટી કંપનીમા નોકરી કરે છે. ગત 29 ઓગસ્ટના રોજ તેઓના ટે લીગ્રામ ઉપર @Chandni_1686 (ચાંદ ની શાહ) એ વર્ક ફોમ હોમનો મેસેજ કરેલ જેમા લાઇક-સબ સ્ક્રાઈબના ૨૫ ટાસ્ક કરવાના હોય છે જેમાં અમુક ટાસ્ક ઇનવેસ્ટમેન્ટના કરવાના હોય છે. જેમા એક લાઇક-સબસ્કાઇબ કરવાના 50 રૂપિયા મળશે. તેવી વાત કરતા પાર્થભાઈ તૈયાર થઈ ગયા હતા અને પેમેન્ટ આપવા બેંક ડીટેઇલ માંગતા પાર્થભાઈએ ડીટેઇલ આપી હતી અને બીજા દિવસે @rajkumarsingh_1 (રાજેશકુમાર સીંગ) એ ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક વિષે સમજાવી ત્યારબાદ અલગ અલગ ટાસ્ક આપ્યા હતા અને અને અલગ અલગ રકમ કુલ રૂ.4,35,900 યુ.પી.આઇ આઇ.ડી તેમજ અલગ-અલગ બેંકના એકાઉન્ટ નંબર ટ્રાન્જેકન કરાવ્યા હતા. અને શંકા ઓનલાઇન સર્ચ કરતા ફ્રોર્ડ થયેલ હોવાની જાણ થતાં યુવકે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Social