ચાંગોદરમાં રોડ પાર્ક કરેલ CNG રીક્ષાની ચોરી થતા પોલીસ ફરિયાદ

સાણંદના ચાંગોદરમાં જાહેર રોડ પર પાર્ક CNG રિક્ષાની અજાણ્યા ચોરે ચોરી કરી નાસી થતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધયો છે.
ધોળકાના કેલીયા વાસણા ગામના મિતેષભાઈ સોમાભાઈ ઠાકોર ચાંગોદરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને CNG રિક્ષા લઈને નોકરીએ આવતા હોય છે. મિતેષભાઈ ચાંગોદર ખાતે કંપનીમાં નોકરી ઉપર રિક્ષા લઈને આવેલ અને કંપનીની આગળ પાર્કીંગની અડીને ખુલ્લી જગ્યામાં બાવળા સરખેજ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર સાઇડમાં પાર્ક કરી નોકરીએ ગયા હતા અને સાંજે પરત આવતા પાર્ક કરેલ રિક્ષા ન હોવાથી તેઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં રિક્ષા મળી ન હતી. પાર્ક કરેલ રૂ.2.50 લાખની રિક્ષાની અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થઈ જતાં મિતેષભાઈ ઠાકોરે ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Social