સાણંદ વિધાનસભા નવા નોંધાયેલ મતદારોએ પોસ્ટ દ્વારા ચૂંટણી કાર્ડ મળશે

સાણંદ બાવળા વિધાનસભા બેઠક પર નવા નોંધાયેલ મતદારોના અને જેઓએ સુધારા કરાવ્યા હોય તેઓના નવા 9509 ચૂંટણી કાર્ડ પોસ્ટ દ્વારા ઘેર ઘેર મોલવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત મતદાર જાગૃતિ માટે ડેમો વેન દ્વારા પ્રચાર ઝુંબેશ પણ ચાલુ કરાયો છે.
ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ 2024 અંતર્ગત ઝુંબેશ પૂરી થતાં તા.5 જાન્યુઆરીએ તંત્ર દ્વાર આખરી મતદારીયાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં સાણંદ બાવળા વિધાનસભા ક્ષેત્રે 2,88,472 મતદારો નોંધાયા હતા.

Social