જમાઈએ સાસરી પક્ષના મૂળ માલિકના નામો છુપાવી કરોડોની જમીન બારોબાર વેચી મારી: પોલીસ ફરિયાદ

સાણંદ ગામના સીમમાં કરોડની જમીન અને અમેરીકા ખાતે રહેતા સાસરી પક્ષના મૂળ માલિકના નામો છુપાવી જમીનમાં રેવન્યુ રેકર્ડ 7/12 ના ઉતારે ખોટી રીતે નામ દાખલ કરાવી જમીન જમાઈએ વેચી મારતા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં સાણંદ પોલીસે 2 લોકો સામે ગુનો નોંધયો છે.
તા.4 ફેબ્રુઆરી 1998 ના રોજ આ વિનોદાબેન ગોવિંદભાઈ પટેલ તથા નંદુભાઇ વિઠ્ઠલભાઇ પટેલએ ગુનાહીત કાવતરૂ ઘડી સાણંદ ગામની સીમ સર્વે નં.247/2 વાળી વડીલો પાર્જીત જમીનમાં અનંતભાઇ ગોવિંદભાઈ પટેલ તથા કિરણભાઇ ગોવિંદભાઈ પટેલનો હક્ક પોસાતો હોય પરંતુ તેઓ અમેરીકા ખાતે રહેતા હોવાથી તેઓની કોઇ વારસાઈ કરાવેલ નહી અને જમીનમાં રેવન્યુ રેકર્ડ 7/12ના ઉતારે ખોટી રીતે વિનોદાબેન તથા નંદુભાઈ નામો દાખલ કરાવી તેઓની કિંમતી જમીન રજી.વેચાણ દસ્તાવેજ નં.8801/2022 તા. 29 એપ્રિલ 2022 થી નિશીથ બાબુ લાલ શાહ (રહે.બોડકદેવ અમદાવાદ)ને વેચાણ કરી અવેજના નાણા મેળવી ગુનાહિત કાવતરૂ પાડ પાડી અનંતભાઈ તથા કિરણભાઈ તથા સવિતાબેન સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતાં બનાવ અંગે તેઓના મિત્ર નિતીનભાઇ શંકરભાઈ પ્રજાપતિને કુલમુખત્યાર તરીકે તેમની આ જમીનોના કેસો લડવા માટે રજી.પાવર કરી આપેલ આપતા નિતીનભાઇ પ્રજાપતિએ સાણંદ પોલીસેમાં વિનોદાબેન ગોવિંદભાઈ પટેલ અને નંદુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ( બંને રહે. સોલા) વિરુદ્ધમાં સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે બંને વિરુદ્ધમાં ગુનો નોંધયો છે.

Social