માણસામાં જન્મ મરણની અરજીમાં વિલંબથી વકીલો લાલઘૂમ : લેખિતમાં રજુવાત

રાજયમાં સરકાર દ્વારા જન્મ મરણની વિલંબ થી થતી નોંધણી અંગેની કામગીરી મામલતદાર ને સોપવામાં આવેલ છે પરંતુ તેનો સમયસર નિકાલ થતો નથી જેનાથી અરજદારો તથા વકિલો ગોકળદાસ ગાયની ગતિથી ચાલતી આ પ્રક્રિયાથી કંટાળી ગયા છે. માણસા ખાતે આજે આ અંગે માણસા મામલતદાર ને આવેદનપત્ર આપી આ કામગીરીનો સમયસર નિકાલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

માણસા બાર એસોસિએશન ના પ્રમુખ યોગેશ ઠાકોર તથા બારના હોદ્દેદારો સિનિયર એડવોકેટ વિષણુભાઈ પ્રજાપતિ, જશવંતસિંહ રાઠોડ તથા અશોકભાઈ ચૌધરીની સાથે માણસાના વકીલોએ આવેદનપત્ર આપી તંત્ર ને જગાડી રજૂઆત કરી હતી મામલતદાર વતી ના.મામલતદાર રાવ એ આવેદનપત્ર સ્વિકારી આ અંગે ઘટતું કરવાની ખાત્રી આપી હતી.

Social