ધોરાજીમાંથી નશાયુક્ત આયુર્વેદિક સીરપની 38 બોટલ સાથે એક આરોપીની કરી ધરપકડ

રાજકોટના ધોરાજીમાંથી નશાકારક સીરપનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે બાતમી આધારે ધોરાજી વોકળા કાંઠે રહેતા 28 વર્ષિય સફી સલીમભાઈ ઢીબના ઘરે દરોડા પાડી તપાસ કરતા 6650ના કિંમતની 38 બોટલ નશાકારક સીરપ મળી આવતા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને સીરપનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે તપાસ હાથ ધરી છે

Social