મહેસાણામાં SMCએ દારૂ ભરેલી ઈનોવા પકડી

સ્ટેટ મોનીટરીંગ ટીમના માણસોએ બાતમી આધારે મહેસાણા શહેરમા ઇનોવા ગાડી વિદેશી દારૂ ભરીને જગુદણ થઈને પસાર થનાર હોવાની બાતમી મહેસાણા અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી વાળી ગાડી આવતા જ પોલીસે ગાડી રોકવા પ્રયાસ કર્યો હતો.જોકે ગાડી ચાલક પોલીસ જોઈને ગાડી જગુદણ પાસે આવેલા પુલ પર ભગાડી હતી અને ગાડી દીવાલ પર ટકરાવી ચાલક ત્યાંથી પુલ પરથી કૂદી પડ્યો હતો.જ્યાં ગાડી ચાલકને ઇજા થતાં પોલીસ કર્મીઓ પુલની દીવાલ પાસે ઉતરી ગાડી ચાલક ને બહાર કાઢ્યો હતો. ચાલક મેવારામ ભગારામને પકડી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન તેનો મિત્ર નરપતસિંહ તું ચદસર ગામ જા ત્યાંથી તને વસુસિંહ ઉર્ફ ગુલાબ સિંહ વાઘેલા એ દારૂ ભરેલા ઇનોવા ગાડી મેવારામ ભગારામ ને ગાડી આપી હતી.અને આ દારૂ ભરેલી ગાડી નંદાસણ આપવાની જાણ કરી હતી.
SMC એ મહેસાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ગાડી પણ દોડી આવી હતી.સમગ્ર કેસમાં પોલીસે 2,59,605 નો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 12,64,605 નો મુદ્દામાલ ઝડપી મેવારામ ભગારામ ને ઝડપી નરપતસિંહ,વાસુસિંહ ઉર્ફ ગુલાબસિંહ ઉર્ફ વાઘેલા સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આદરી હતી.

Social