કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આગમનની તૈયારીના ભાગરૂપે સાણંદ APMCમાં ભાજપની મીટીંગ યોજાઈ

દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના આગમનની તૈયારીના ભાગરૂપે સાણંદ એપીએમસી ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. સાણંદ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્ર્મના આયોજનને લઈને બેઠક યોજાઇ જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગિરિ, ગાંધીનગર લોક સભાના પ્રભારી મયંકભાઈ નાયક, પ્રદીપસિંહ વાઘેલા, નવદીપભાઈ ડોડીયા, મહામંત્રી શૈલેષભાઈ દાવડા, મયુરભાઈ ડાભી સહિત જિલ્લાના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Social