સાણંદના માણકોલમાં 9 ફૂટ અને કુબા ગામના ફાર્મ માંથી 5 ફૂટ લાંબો અજગરનું રેસ્ક્યુ કરાયું

સાણંદનાં નળ સરોવર રોડ પર આવેલ માણકોલ ગામના ખેતરમાં અજગર ફરતો હોવાની જાણ ગામના જયેન્દ્રભાઈને થતા એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરતાં રેસ્ક્યુના સાધનો સાથે વિજયભાઈ તાત્કાલિક ગામે પહોચ્યા હતા અને અજગરનું રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. વિજય ડાભીએ કહ્યું કે 9 ફૂટ લાંબો અજગરને રેસ્કયુ કરી તેને જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો છે. અને બીજા દિવસે નળ સરોવર રોડના કુબા ગામ ના ફાર્મ માંથી 5 ફૂટ લાંબો અજગર આવતા રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમદાવાદ ખાતે જમા કરાવ્યો હતો.
વિજય ડાભીએ જણાવ્યુ કે અજગર નીકળવાની ઘટનાઓ ગામડા વિસ્તારમાં બનતી હોય છે તો કોઈએ સાપ ની ઓળખ ના હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ અને કોઈ પણ સાપને મારવું ન જોઈએ કારણ કે લોકો અજગર ને હજુ પણ ગામડા વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે પણ ખરેખર અજગર બિનઝેરી હોય છે, ક્યારે પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવા અપીલ કરી હતી.

Social