નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલમ્પિક વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ

અમદાવાદમાં Olympic વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે. વિગતો મુજબ આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.

ઓલિમ્પિક વિલેજને લઈ હવે અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આશ્રમ સહિત કેટલાક રહેણાક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ સાથે શરતોને આધીન અપાયેલી જમીનમાં શરતભંગ થતા નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઓલિમ્પિક માટે મોટેરા બાદ કોટેશ્વરની જમીન સંપાદિત કરાશે.

સરકાર આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદે રીતે કબજે કરાયેલી અંદાજે 500 કરોડની સંપત્તિ કબજે કરી શકે છે. આ ચર્ચાનું કારણ આસારામ આશ્રમને ફટકારાયેલી શરતભંગની નોટિસ છે. રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે.

Social