માંડલ અંધાપાકાંડ બાદ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવા વિચારણા

પ્રાપ્ત માહિતી અનુસાર માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છે. આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે. આ સાથે કહ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે.

નોંધનિય છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે. માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટોની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે એક મોટું એલાન કર્યું છે. માંડલ અંધાપાકાંડને લઈ હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ હતી. અહી એડવોકેટ જનરલે કહ્યું કે, અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે.

Social