અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, CMએ લીલીઝંડી આપી શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું

ગુજરાતના રામભક્તોને અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે સરકારે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રામભક્તો માટે શરૂ કરાયેલી સ્પેશીયલ ‘આસ્થા’ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન પરથી અયોધ્યા લઇ જતી આ વિશેષ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ દરમિયાન રેલવે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં રામભક્તો અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેનમાં બેઠા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુથી અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે રેલેવ સ્ટેશન પર પહેલા શ્રીફળ વધેરી પછી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામલલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી.

Social