સાણંદથી અમદાવાદ સિવિલમાં સારવાર માટે ગયેલ અજાણ્યા ઈસમનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી

સૂત્રોના જણાવ્યા અનુસાર તા.29 જાન્યુયારીએ એક અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં સાણંદ સી.એચ.સી. ખાતે સારવાર માટે આવેલ અને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતક ઈસમ (આશરે 40 વર્ષ) કોણ હતું અને કઈ રીતે ઈસમને ઇજા થઈ અને તેના પરિવારજનો કોણ છે તે અંગે સાણંદ પોલીસે અલગ અલગ 2 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મૃતકના જમણા હાથે ગુજરાતીમાં કનુ વી છુદણા અને છાતી પર ડાબી બાજુ નાનુ કાળુ લાખુના નિશાન આધારે સાણંદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.જી.મકવાણએ વધુ તપાસ હાથ ધરી છે.

Social