રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની ફરિયાદ : 5ને અમદાવાદ ખસેડાયા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નામાંકિત શ્રી માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અન્ય બે દર્દીઓ સ્થાનિક કક્ષાએ ઓબ્ઝર્વેશન હેઠળ છે. જનસેવા માટે જાણીતી આ હોસ્પિટલમાં પ્રથમવાર આવી ઘટના સામે આવી હતી જેમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બનતાં રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો હતો અને જિલ્લા કક્ષાની તપાસ બાદ ગાંધીનગરથી વધુ તપાસ ચાલી રહી છે. પાટણના સીડીઓમો ચૌધરીએ જણાવ્યું કે ઓ પરેશન થયેલા છ દર્દીઓને રજા આપી હતી અને તેઓ તેમના ઘરે હશે. બાકીના દર્દીઓને તકલીફ થતાં સ્થાનિક તબીબ ટીમ દ્વારા તપાસ કરાયા બાદ પાંચ દર્દીઓને સિવિલમાં મોકલાયા હતા. બીજા બે હજુ સ્થાનિક કક્ષાએ નજર હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Social